મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ માટે ફોર્મ ભરવાનાં શુરુ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા કલા અને સાંસ્કૃતિને પ્રોત્સહન આપવાના હેતુસર રાજ્ય કલા મહાકુંભનુ સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેમા તાલુકા કક્ષા થી રાજ્ય કક્ષા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેનુ રજીસ્ટ્રેશન  તા.૧૭/૦૭/૨૦૧૭ સુધી ચાલુ રહેશે. આ કલા મહાકુંભમાં ત્રણ વય જુથનો સમાવેશ કરવામાં આવેલ છે. ૧૦ વર્ષથી નિચેના,૧૧ વર્ષથી ૨૦ વર્ષ સુધીના તથા ૨૦ વર્ષથી ઉપરના વયજુથનો સમાવેશ કરેલ છે. તાલુકા કક્ષાએ કુલ ૧૧ સ્પર્ધાઓ યોજવામાં આવશે, જયારે સીધી જિલ્લા કક્ષાએ ૯ સ્પર્ધાઓ યોજવામાં આવશે. દરેક કક્ષાએથી પ્રથમ વિજેતા સ્પર્ધક ઉપલી કક્ષામાં ભાગ લેશે. કલા મહાકુંભની સ્પર્ધામાં સ્પર્ધક કોઈપણ એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી હોઈ આ સાથે નીચે મુજબના તાલુકામાં આપેલ સંસ્થાઓનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી તા.૧૭-૦૭-૨૦૧૭ સુધીમાં દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન કરાવી લેવુ. ખેલ અને કલા મહાકુંભમાં ભાલ લેવા માટેનાં ફોર્મ આ સ્થળેથી મળી શકશે : મોરબી આદર્શ નિવાસી શાળા, રફાળેશ્વર, મોરબી શ્રી સુબોધ બારિયા મો. ૯૮૨૪૯૨૧૪૫૧. ટંકારા શ્રી એમ.પી.દોશી હાઈસ્કૂલ, ટંકારા, શ્રી ડી.જી.ચુડાસમા મો. ૯૮૭૯૬૮૦૨૦૮. વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ,વાંકાનેર શ્રી એ.એમ.પટેલ મો.-૯૪૨૭૧૬૪૦૪૭. માળીયા શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચી શ્રી એસ.એસ.મારવાણીયા મો. ૯૪૨૯૦૯૯૨૭૪. હળવદ શ્રી સાંદીપની ઇ.મી. હાઈસ્કૂલ, હળવદ, શ્રી હિતેશ વરમોરા મો. ૯૯૧૩૦૫૦૭૪૦. રજીસ્ટ્રેશન કરવા માટે ઉક્ત તાલુકા મથક પર આપેલ સ્થળો પરથી રજીસ્ટ્રેશન ફોર્મ મળશે. ફોર્મ સાથે તમામ સ્પર્ધકોએ આધારકાર્ડની ઝેરોક્ષ અવશ્ય  જોડવાની રહેશે. તેમજ તમામ સ્પર્ધા અંગેનો કાર્યક્રમ હવે પછીથી જિલ્લા રમત ગમત અધિકારની કચેરી. મોરબી દ્વારા આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે

 

Comments
Loading...
WhatsApp chat