ખેડૂતો આનંદો,સબસીડી સહાય માટે તા. ૨૨ સુધી અરજી કરી શકાશે

 

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ક્લીનર કમ ગ્રેડર, ગ્રાઉન્ડનટ ડીગર, ચાફ કટર, ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર, રીઝર, રોટરી પાવર ટીલર, સબ સોઇલર, સહિતના ઓજારો ખરીદવા માટે ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮ ના ઘટકો માટે લક્ષ્યાંક કારતા ઓછી અરજીઓ મળી હતી જેથી અન્ય બાકી રહેલા ખેડૂતો પણ લાભ લઇ સકે તેવા હેતુથી સરકારે ખેડૂત પોર્ટલ ૨૨ જુલાઈ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે સમયમાં ખેડૂતો ઓજારોની સબસીડી સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરી શકશે જેથી મોરબી જીલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલનો લાભ લે તેમ જીલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat