મોરબીના ખાણખનીજ વિભાગે ઉતારી ખનીજચોરો પર તબાહી, જાણો શું કરી કાર્યવાહી

૨૭ વાહનચાલકો સામે નોંધાવી પોલીસમાં ફરિયાદ

મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૫ – ૧૬ દરમિયાન ખાણ ખનીજની ટીમ દ્વારા અનેક વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. પરવાના વિના ખનીજ પરિવહન તેમજ ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતા જે મામલો હાઈકોર્ટમાં જતા ૨૭ વાહનચાલકોને ૧૬,૭૪,૪૫૦ નો દંડ ભરવાની તાકીદ કરતો હુકમ કરવામાં આવ્યો હતો જોકે વાહનચાલકોએ દંડની રકમ ભરી ના હોય જેથી મોરબી ખાણખનીજ વિભાગના અધિકારી આર.એમ. ગઢવી, હસમુખ પટેલ, ડી.બી. ચાવડા અને પી.જે. કરંડિયા સહિતના સ્ટાફ દ્વારા આવા વાહનચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આજે દંડની રકમ નહિ ભરીને કોર્ટના આદેશની અવગણના કરનારા ૨૭ વાહનચાલકો સામે હળવદ પોલીસમથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી પંથકમાં બેફામ બની ગયેલા ખનીજચોરો સામે તંત્રની આ કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તેમજ હળવદ તાલુકા ઉપરાંત આ કાર્યવાહી જીલ્લાના અન્ય તાલુકામથકમાં પણ કરવામાં આવશે તેવી માહિતી ખનીજ વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

 

 

Comments
Loading...
WhatsApp chat