મોરબીમાં ખનીજચોરી રોકવા અભિયાન, વધુ આઠ વાહનો ડીટેઈન

મોરબી ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા હાઈવે પરથી પસાર થતા ખનીજ ભરેલા વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ખનીજની ટીમ દ્વારા રોયલ્ટી વિના ખનીજ પરિવહન થતું અટકાવવા તેમજ ઓવરલોડ વાહનોના ડીટેઈન કરવામાં આવી રહ્યા છે જેમાં ગઈકાલે તાલુકાની હદમાંથી ત્રણ રોયલ્ટી ચોરી અને બે ઓવરલોડ વાહનો ડીટેઈન કર્યા બાદ આજે પણ વહેલી સવારથી હાઈવે પર સઘન વોચ ગોઠવવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની હદમાંથી છ વાહનો અને વાંકાનેર હદ વિસ્તારમાંથી બે મળીને આઠ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. જે વાહનોમાં ચાઈના કલે અને રેતી ભરેલા છે જેમાં રેતીમાં રોયલ્ટી ના ચૂકવેલા અને ચાઈના કલેના ઓવરલોડ વાહનો ખનીજ વિભાગની ટીમ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat