Billboard ad 1150*250

મોરબી કેટરિંગ એસોશિયેશન દ્વારા પૂરગ્રસ્તો માટે જીવન જરૂરિયાતની વસ્તુની કીટો મોકલાવી

0 484

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તો માટે મોરબીવાસીઓ મદદ માટે આગળ આવી રહ્યા છે. મોરબીવાસીઓ અને દરેક સંસ્થા, શેરી, મ્હોલ્લ્લા, વિસ્તાર અને દરેક ગામો યથા યોગ્ય મદદ કરી રહ્યા છે. અને મોરબીથી હજારો લાખોની સંખ્યામાં પૂર અસરગ્રસ્તોમાંટે ફૂડપેકેટ મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે મોરબી કેટરિંગ એસોશિયેશન દ્વારા પૂરગ્રસ્તો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટો મોકલાવામાં આવી હતી. આ અંગે કેટરિંગ એસોશિયેશનના આગેવાન સંજયભાઈએ જણાવ્યું હતું કે અમારા કેટરિંગ એસોશિયેશનના સભ્યો દ્વારા ફાળો ઉઘરાવી અમે 162 નંગ કીટો બનાવી છે. જેમાં એક કિટની અંદર ઘવનો લોટ, કાચી ખીચડી,મરચું, મીઠું,તેલ, ધાણાજીરું, આખુંજીરું, ખાંડ, ચાની ભૂકી અને બાક્સ રાખવામાં આવી છે. અને આવી 162 કીટ આજે મોરબી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી હતી.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat