



મોરબી પાસેના શાપર પાસે જુના કપડાનું વેચાણ કરવા આવેલ પરિવારનો ૭ વર્ષનો દીકરો સાહિલ વિજય દેવીપુજક નામનું બાળક આજે બપોરના સમયે શાપર નજીકની કેનાલમાં અકસ્માતે પડ્યો હતો. જેમાં સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાહિલ નામનું બાળક તેના મમ્મી શાકભાજી લેવા જતા હોય જેની પાછળ જતો હતો ત્યારે અકસ્માતે કેનાલમાં પડી જતા ગામના જાગૃત યુવાન યુવરાજસિંહ જાડેજા સહિતના લોકો સ્થળ પર પોહ્ચ્યા હતા અને બાળકને બચાવવા પ્રયાસો શરુ કર્યા હતા પણ બાળક પતો નહી લાગતા મોરબી ફાયર ટીમ પણ દોડી ગઈ હતી ફાયરની ટીમના તરવૈયાઓએ બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે કેનાલમાં આવેલ સાયફોનમાં બાળક ફસાયો હોવાથી બાળકને શોધવા મુશ્કેલી પડી રહી છે જોકે બપોરે ૧૨ વાગ્યે ડૂબેલા બાળકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી

