જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ૮૭ બિનખેતી ફાઈલોને મંજુરી

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે ડીડીઓ ખટાણા અને કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ૮૭ બિનખેતી ફાઈલોનો નિકાલ કરવા ઉપરાંત વિવિધ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં તા. ૧૫-૦૪-૧૭ ની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવા, તા. ૧૫-૦૪-૧૭ ની કારોબારી સમિતિની અમલવારી નોંધને બહાલી આપવા, તેમજ જીલ્લા પંચાયત માટે ડાયરીના છાપકામ બાબતના એજન્ડાઓ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત જમીન મહેસુલ અધિનિયમ કલમ ૬૫ મુજબની ૮૦ અને કલમ ૬૬ મુજબની ૭ મળીને કુલ ૮૭ ફાઈલો બિનખેતી માટેની મંજુર કરવામાં આવી હતી. ૮૭ બિનખેતી ફાઈલોને મંજુરી આપીને ૨૮૯ એકર જમીન બિનખેતી કરવામાં આવી હતી. તે ઉપરાંત સિંચાઈ વિભાગના કુલ ૭ કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat