મોરબી કાપડ એસોસિએશનએ શા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી જાણો ?

કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિકાસ માટે તા.૧-૭-૨૦૧૭થી એક જ ટેક્સ જી.એસ.ટી.નો અમલ કરવાનો નિર્ણય કરેલ છે.જેને મોરબી કાપડ એસોસિએશન દ્વારા નકારવામાં આવ્યું હતું.માણસની પ્રાથમિક જરીરિયાત રો,કપડા અને મકાન છે.લોકશાહી દેશ બન્યા પછી આજ સુધી કાપડ-ટેક્ષટાઈલમાં કોઈપણ જાતિનો સેલ્સટેક્ષ,વેટ કે અન્ય વેરા નાખવામાં આવ્યા નથી.જયારે તા.૧-૭-૨૦૧૭થી અમલમાં આવનાર જી.એસ.ટી.વેરામાં ૫%નો દર કાપડ-ટેક્ષટાઈલ પર નાખવામાં આવેલ છે જે ખરેખર અન્યાય છે,જેના કારણે સામાન્ય ટેક્ષટાઈલના વેપારીઓને અનેક પ્રકારની મુશ્કેલીના પ્રશ્નો તથા ઈન્સપેકટર(લાંચ,ભ્રષ્ટાચાર વધશે.)નો ત્રાસ વધશે.કાપડ પરનો ટેક્ષ અંતે તો ગરીબ અને મધ્યમ વર્ગને અંગ ઢાકવા માટે કપડા બોજા રૂપ બનશે.તે માટે મોરબી કાપડ એસોસિએશન દ્વારા સરકારનો વિરોધ કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તેમજ મોરબી કાપડ એસો.પ્રમુખએ ચીમકી આપી હતી  કે જી.એસ.ટી.ના દરને પાછો ખેચવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી બંધનું એલાન આપવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat