



મોરબી શહેરમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સનું આયોજન કરવામાં આવ્યું છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કાયાજી પ્લોટ ક રાજા ગણપતી ઉત્સવનું કાયાજી પ્લોટ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ અવનવા કાર્યક્રમો રાખીને ભાવી ભક્તોને ગજાનન ગણપતિ મહારાજની ભક્તિની રસપાન કરાવવામાં આવે છે.જે કાર્યક્રમમાં આજ રોજ સુંદર કાંડનાં પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સતત તા.૫ ને મંગળવાર સુધી અનેરા કાર્યક્રમનો જેવા કે હાસ્ય કાર્યક્રમ,રાંદલ માતાજીના લોટા,આર્ટ ઓફ લીવીંગ,ડાન્સ પોગ્રામ,દાંડિયા રાસ,સત્યનારાયણની કથા,સરસ્વતી મહિલા મંડળનો કાર્યક્રમ,મેલડી માતાજી મંડળનો કાર્યક્રમ અને અંતે વિસર્જનના અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તો દરેક ભાવી ભક્તોને કાયાજી પ્લોટ ખાતે ગણેશ ઉત્સવમાં પાથરવા તથા કાર્યક્રમનો લાભ લેવા કાયાજી પ્લોટ મિત્ર મંડળ દ્વાર ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

