પાણી પુરવઠા બોર્ડના કમચારીના પ્રશ્ને મંગળવારે કરાશે આંદોલન

ભારતીય મઝદૂર સંઘ મોરબી જીલ્લા દ્વારા તા. ૮ ને મંગળવારના રોજ દાઉદી પ્લોટ ખાતે આવેલી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી સામે કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાશે જેમાં બોર્ડમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓના લઘુતમ વેતનના અમલીકરણ તથા શ્રમ કાયદા વિરુદ્ધ કરવામાં આવેલ કપાતની રકમ ચુકવવા ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો બાબતે અવારનવાર લેખિત તથા મૌખિક રજુઆતો યુનિયન દ્વારા કરવા છતાં બોર્ડની વડી કચેરી દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતા કર્મચારીઓના વ્યાજબી અને ન્યાયી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આંદોલન કરવાની ફરજ પડી હોવાનું જીલ્લા મંત્રી અમરશીભાઈ પટેલે જણાવ્યું છે તેમજ મંગળવારે બોર્ડની કચેરી સામે આંદોલનના કાર્યક્રમમાં મઝદૂર સંઘના વિવિધ યુનિયનો જોડાશે

Comments
Loading...
WhatsApp chat