મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સેમીનાર યોજાયો

જીલ્લા કલેકટર કન્યા છાત્રાલયની વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું

મત આપવો એ આપણો જન્મ સિદ્ધ અધિકાર છે અને એટલા માટે જ સરકાર ચુંટણી આયોગ દ્વારા કરોડોના ખર્ચે જાહેરાત કરાવે છે તથા મત આપવા જાહેર જનતાને અનુરોધ કરે છે.ચુંટણી સમયે જોવા મળે છે કે મહિલાઓ કરતા પુરુષો વધુ મતદાન કરે છે તેમજ મહિલાઓને ચુંટણી કાર્ડ કા તો હોતા નથી અથવા તો લગ્ન થયા બાદ તેમાં ફેરફાર કરાવ્યા હોતા નથી તો મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે મોરબીમાં કલેકટરએ નવતર પ્રયોગ હાથ ધર્યા છે જેમાં મોરબીની કન્યા છાત્રાલયમાં જઈને જે વિધાર્થીનીઓના ચુંટણી કાર્ડ છે કા તો તેમાં ફેરફાર કરાવાનો હોય અથવા તો નવા ચુંટણી કાર્ડ માટે અરજી કરવાની હોય તે વિશે જીલ્લા કલેકટર દ્વારા વિધાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ જે વિધાર્થીનીઓના ચુંટણી કાર્ડ નથી તથા તેમાં ફેરફાર કરવાના હોય તે માટે સ્કુલમાં જ યોગ્ય ફોર્મ ભરીને સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું અને કલેકટર દ્વારા વિધાર્થીનીઓને સુચન કરવામાં આવ્યું હતું કે તમારી આસપાસ રહેતા લોકોને મત આપવા માટે જાગૃત કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે પટેલ,ડે.કલેકટર કેતન જોષી,ડે.કલેકટર ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat