મોરબીના ઝીંઝુડા ગામે જૂની અદાવતમાં હત્યાનો મામલો,૩ આરોપી ઝડપાયા

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ઝીઝુડા ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી સવશી પુંજા કોળી (ઉ.વ.૩૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા ઠાકરશીભાઈ અગાઉ બાબુભાઈના મીઠાના અગરમાં મજુરી કામે રાખેલ હોય જે મામલે આરોપી ઈલુભાઈ બાબુભાઈ કોળી, ભગાભાઈ બાબુભાઈ કોળી અને ખીમા છેલુંભાઈ કોળી મળીને અગાઉનો ખાર રાખીને ઝઘડો કરીને લોખંડના પાઈપ અને લાકડી વતી માર મારી તથા ફરીના નાનાભાઈ રમેશ કોળીને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે ઈજાગ્રસ્ત યુવાનને માથા તથા શરીરમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં અમદાવાદમાં સારવાર દરમીયાન તેનું મોત નીપજ્યું છે. જેથી બનાવ હત્યામાં પલટાઈ ગયો છે. બનાવને પગલે ઝીઝુડા ગામમાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાલુકા પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ બનાવ હત્યામાં પલટાતા પોલીસે હત્યાનો ગુન્હો નોધી અને આરોપી ને પી.એસ.આઈ ડાભી સહિતની ટીમે ગણતરી કલાક માં જડપી લીધા અને હત્યા માં વપરાયેલા લાકડી અને પાઈપ કબજે કરવા તેમજ અન્ય કોઈ કારણ છે કે નહી તેની તપાસ પણ ચાલુ કરી છે

 

 

 

Comments
Loading...
WhatsApp chat