મોરબીમાં જુગાર રમતા સાત પતાપ્રેમી ને આર.આર.સેલ જડપયા

 

 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડના ક્વાટરમાંથી જુગાર રમતા  ૭ શખ્સોને રોકડા રૂ.૭૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે જડપયા

 

બનાવની મળતી વિગત મુજબ રેન્જમાં  જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ માર્ગદર્શન હેઠળ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ ને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં નરેશભાઇ શાંતીલાલ સંઘાણી (પટેલ) બહારથી માણસો બોલાવી પોતાના કબ્જા-ભોગવટાના કવાટરમાં જુગાર નો રમાંડતો હોવાની બાતમીના આધારે રેઇડ કરતા (૧)નરેશભાઇ શાંતીલાલ સંઘાણી (ર) ત્રીભોવનભાઇ મુળજીભાઇ કોરાડીયા (૩) ચમનભાઇ ગાંડુભાઇ કોરાડીયા (૪) રજનીકભાઇ ધનજીભાઇ કાલરીયા (૫) મહેશભાઇ જસમતભાઇ ઘોડાસરા (૬) કલ્પેશભાઇ ગોવીંદભાઇ સનારીયા (૭) અજયભાઇ પ્રભુભાઇ ભોરણીયા રે.બધા મોરબી વાળાઓને જુગાર રમતા પકડી પાડી જગ્યાએ રોકડા કુલ રૂ.૭૩,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડિવિઝન ગુનો નોંધાવેલ  છે.

Comments
Loading...
WhatsApp chat