મોરબીમાં બુઢાબાવાની શેરીમાં સોની વેપારીના ઘરે ચાલતું જુગારધામ ઝડપાયું

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસના ડી-સ્ટાફને  બુઢાબાવાની શેરીમાં સોની વેપારીના અજિત ઉર્ફે સંજય જમનદાસભાઈ રાણપરાના મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ગઈકાલે મોડીરાત્રે દરોડો પડતા આરોપી અજિત ઉર્ફે સંજય જમનદાસભાઈ રાણપરા,અમૃતલાલ પ્રફુલભાઈ પઢીયાર,મુકેશભાઈ ભગવનજીભાઈ રાણપરા,રવિભાઈ ચંદુભાઈ જોગીયા,જીતેશ નટવરલાલ રાઠોડ,રાકેશ દામજીભાઈ આડેસરા,સંજય ઉર્ફે અનિલ ચંદુભાઈ રાણપરા અને રાજેશ જમનાલાલ રાણપરા રૂપિયા ૧૦૩૦૦૦ ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.આ મામલે એ-ડિવિઝન પોલીસે જુગરધારાની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat