Billboard ad 1150*250

મોરબીમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પડતા પોલીસે ૧૯ પત્તાપ્રેમીઓને ઝડપ્યા

0 1,270

મોરબીના કાંતિનગરમાં દુકાન પાસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો કરીને પોલીસે રાયસંગ શંભુ બાવરીયા, બીપીન રમેશ ડાભી, બાબુ ભૂપત બાવરીયા, શાની રાયસંગ બાવરીયા, વશરામ કરશન રાઠોડ અને વિશાલ પ્રવીણ બાંભણીયા એમ છને ઝડપી લઈને ૧૭,૬૦૦ ની રોકડ જપ્ત કરી છે જયારે મોરબીના ખાનપર ગામે તાલુકા પોલીસે દરોડો કરીને આરોપી ભગી લાખા ડાવેરા, દેવજી કરશન પરમાર, અલારખા રહીમ ગોધવિયા, કિશન કનું વાઘેલા, જાવેદ રહીમ ગોધવિયા, કલ્યાણ વીરજી સોલંકી, મયુર ભરત ચુડાસમા અને કાના હીરા જીલરીયા એમ આઠને ઝડપી લઈને ૧૧,૬૪૦ ની રોકડ જપ્ત કરી છે તે ઉપરાંત મોરબી તાલુકા પોલીસે વાઘપર ગામની સહકારી મંડળી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરીને આરોપી અરવિંદ ધનજી સુરાણી, વિશાલ વિઠ્ઠલ કડિયા, ગોપાલ કાનજી બોરીચા, ખીમજી ભગવાનજી બાવરવા, જગજીવન શાંતિલાલ કડીવાર એમ પાંચ આરોપીને ઝડપી લઈને રોકડ રકમ ૪૩,૩૭૦ જપ્ત કરી કુલ ત્રણ દરોડા કાર્યવાહી માં ૧૯ આરોપી ઝડપી લઈને ૭૨,૬૧૦ ની રોકડ જપ્ત કરવામાં આવી છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat