



મોરબી એ ડિવિઝન ઝવેરી શેરીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અશોકભાઈ મનસુખલાલ લાખાણી, ઇબ્રાહિમ કાદરશા શાહમદાર,હનીફ ઉસ્માનશા શાહમદાર, સાહિર રહીમભાઈ માડ઼કિયાં, હનીફ અબ્દુલભાઇ શાહમદાર, પ્રતિમાબેન અનિલભાઈ જોષી, રુચાબેન પ્રવીણભાઈ જોષી, અંજનાબેન ધવલભાઈ કોળી, ઇલાબેન લાખાણીને રૂ. ૩૩૯૩૦ની રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે બી ડિવિઝન પોલીસે સામાકાંઠે કુબેર સિનેમા પાછળ જાહેરમાં જુગાર રમતા ગોપાલ હરિભાઈ રાજગોર, સોમાભાઈ કાળાભાઇ બારૈયાને રૂ. ૧૫૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

