મોરબીના પત્રકાર રવિભાઈ મોટવાણીના સુપુત્ર પરીન મોટવાણીનો આજે બર્થ ડે

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીના સુપુત્ર પરીન મોટવાણીનો આજે જન્મદિવસ છે ત્યારે મોટવાણી પરિવાર પરીનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને સાંજે ઘરે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે

પરીન મોટવાણીનો જન્મ તા. ૨૩-૦૮-૨૦૦૯ ના રોજ રાજકોટ ખાતે થયો હોય જેને આજે જીવનના નવ વર્ષ પૂર્ણ કરીને ૧૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે પિતા રવિભાઈ મોટવાણી મોરબી આજકાલ ન્યુઝ પેપરના બ્યુરો ચીફ તેમજ ઈટીવી ચેનલ સાથે જોડાયેલા છે પરીન મોટવાણીને ક્રિકેટનો ખુબ જ શોખ છે જે સ્કૂલ અને અભ્યાસના સમય સિવાયનો બાકી તમામ સમય ક્રિકેટ રમે છે અને તેનો રોલ મોડલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે અને પરીનને યુવાન થઈને વિરાટ કોહલી જેમ ક્રિકેટ રમીને દેશને ગૌરવ અપાવવાનું સ્વપ્ન છે

આજે તેમના જન્મદિવસ પ્રસંગે દાદા આત્મારામભાઇ મોટવાણી, દાદી પુનમબેન, પપ્પા રવિભાઈ, મમ્મી કાજલબેન, કાકા બીપીનભાઈ અને કમલભાઈ, કાકી તમ્મનાબેન અને કવિતાબેન તેમજ બેન કાવ્ય અને પીયુએ તેના માટે ઘરે પાર્ટી રાખી છે અને પરીન મોટવાણી પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat