મોરબીના ઝીન્ઝુંડા ગામે જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો

મોરબીના ઝીન્ઝુંડા ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી સવશી પુંજા કોળી (ઉ.વ.૩૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા ઠાકરશીભાઈ અગાઉ બાબુભાઈના મીઠાના અગરમાં મજુરી કામે રાખેલ હોય જે મામલે આરોપી ઈલુભાઈ બાબુભાઈ કોળી, ભગાભાઈ બાબુભાઈ કોળી અને ખીમા છેલુંભાઈ કોળી મળીને અગાઉનો ખાર રાખીને ઝઘડો કરીને લોખંડના પાઈપ અને લાકડી વતી માર મારી તથા ફરીના નાનાભાઈ રમેશને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat