મોરબી જીલ્લા તિજોરી અધિકારી કીર્તીબા વાઘેલા એ ડોક્ટરેટ ની પદવી મેળવી

ભારતની દવા કંપનીઓ પર કર્યું સંશોધન

મોરબી ખાતે જીલ્લા તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવતા ગોંડલ તાલુકાના બંધિયાના વતની કીર્તીબા લખધીરસિંહ વાઘેલાએ તાજેતરમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. વર્ષ ૨૦૧૪ માં ડોક્ટરેટ થવા માટે નામાંકન કર્યા બાદ ભારતના દવા ઉદ્યોગ પર ગહન અભ્યાસ કરીને તેમને અદ્વિતીય અને વિસ્તૃત સંશોધન લેખ  તૈયાર કરતા મેં ૨૦૧૭ માં લેખ સ્વીકૃત કરીને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીએ કીર્તીબા વાઘેલાને ડોક્ટરેટની પદવી એનાયત કરી છે. વાણીજ્ય શાખામાં માસ્તર ડીગ્રી ધરાવતા કીર્તીબા ડોક્ટર ઓફ ફિલોસોફી માટે વાણીજ્યના ક્ષેત્રમાં આવતી ભારતની ફાર્માસત્યુકલ ઇન્ડસટ્રીઝની નાણાકીય કાર્યક્ષમતા એ મુખ્ય વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી પોતાની મૌલિક ભાષામાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજી મહાનિબંધ તૈયાર કરી આપેલ છે. આ નોંધપાત્ર સિદ્ધિ મેળવવામાં તેમના માર્ગદર્શન એક સફળતાના ગુરુ તરીકે મહારાજા ભગવતસિંહજી કોમર્સ કોલેજના વાણીજ્ય શાખાના વડા નિર્મળસિંહ ઝાલાનું માર્ગદર્શન મળ્યું હતું. કીર્તીબા વાઘેલાએ નમ્રપૂર્વક સૌ  નામીઅનામી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે.

 

Comments
Loading...
WhatsApp chat