


મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જકાસણીયાએ જણાવ્યું હતું કે તા.૩૦-૩-૧૬ના રોજ ડ્રીસ્ટીકટ હેલ્થ મિશનની મીટીંગ અમારા અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત મીટીંગ હોલમાં યોજાય હતી.આ મીટીંગમાં કુલ પાંચ સૂચનો અમારા તરફથી રજુ કરવામાં આવેલ હતા.જેમાં ટંકારા તાલુકાના નેસડા(ખા) ખાતે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવા જીલ્લા પંચાયતના જીલ્લા આરોગ્ય અધિકારીને જણાવીએ તા.૨૦-૫-૧૬ના રોજ ગાંધીનગર અધિક નિયામકને દરખાસ્ત કરેલ છે જે સરકાર તરફથી મંજુર થઇ છે.આ જાહેરાત થતા જ ટંકારાના નેશડા ગામ તથા તેની આસપાસના ગામમાં હર્ષની લાગણી ફેલાય હતી.ઉપરાંત તા.૩૦-૩-૧૬ના રોજ સરકારી હોસ્પીટલમાં સ્ત્રી નિષ્ણાત મુકવા,બ્લડ બેંક અને જીલ્લામાં ડાયગ્નોસિસ તથા સીટી સ્કેન ચાલુ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી તે પણ સરકારે મંજુર કરે છે.
તેમજ અંતે સોનલબેન જાકાસણીયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત સુવિધાઓ મંજુર થતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અવારનાવર અન્ય સુવિધા માટે રજૂઆત કરતા રહીશું અને મોરબી જીલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો થાય તેવા પ્રયત્નો અમારા તરફથી હંમેશા કરતા રહીશું.