કોગેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પરના હુમલાને મહેશ રાજકોટીયાએ વખોડી કાઢ્યો

કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉડાવી દેશમાં વડાપ્રધાન સિવાય કોઈ સુરક્ષિત નથી :મહેશ રાજકોટીયા

કોગેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર ગુજરાતના ધાનેરા પુર પિડીતોની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેની કાર પર પથ્થર મારાની ઘટના અંગે  જીલ્લા પંચાયતના સભ્ય મહેશ રાજકોટીયાએ પ્રત્યાઘાત આપ્યો છે કે રાહુલ ગાંધી ઉપર ગુજરાતના ધાનેરા પુર પિડીતોની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેની કાર પર પથ્થર મારો કરવાનુ હિચકારુ કૃત્ય થયું છે તે કાયદો ને વ્યવસ્થા ની કથળતી સ્થિતિ અને પોલીસ પણ સરકાર ના ઈશારે નાચવા લાગી છે જે ઉધાળુ થયુ છે.હવે આવુજ જ કરવું હોય તો અમે બંગડી પહેરી ને નથી બેઠા એક પણ નેતા ને મારા વિસ્તાર મા મુલાકાતે આવતા સો વાર વિચારવું પડશે.કાયદો અને વ્યવસ્થાના ધજીયા ઉડાવી નાખી દેશમા વડાપ્રધાન સિવાય કોઇ સુરક્ષિત નથી તેવો બળાપો જીલ્લા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટીયા એ કાઢયો હતો

Comments
Loading...
WhatsApp chat