જીલ્લા પંચાયત પ્રમુખે રોડ બનાવવા કરેલ દરખાસ્તમાં ક્યાં રોડ થયા મંજુર ?

જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખશ્રી સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયા અખબારી યાદીમાં જણાવ્યુ હતું  કે  અમારા પ્રવાસ દરમિયાન વાધપર ગામના આગેવાનોએ રજૂઆત કરી છે કે વાધપર થી જેતપર સુધીનો રોડ બનવવામાં આવે તો જેતપર જવા માટે સરળ રહે,જેતપર ગામ વસ્તીની દ્રષ્ટીએ મોટું હોવાથીં વાધપર થી જેતપર સુધી અવાર જવર વધુ રહે છે તેમજ આ રોડ વિકસિત થાય તેવી શક્યતા હોવાથી રોડ મંજુર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

તે રજુઆતને ધ્યાનમાં લઈ જીલ્લા કાર્યપાલક ઈજનેર ને ૦૪-૫-૨૦૧૭ના રોજલેખિતમાં જણાવ્યુંકે વાધપરથી જેતપર સુધીનો રોડ બનાવવા માટે સરકારમાં જરૂરી દર્કાહ્સ કરી મોરબીથી વાધપર-જેતપર રોડ અંગેની દરખાસ્ત તા.૧૨-૫-૧૭ના રોજ મોકલાવેલ હતી જેની અંદાજીત રકમ ૮ કરોડથી વધુ રકમ મંજુર થઈ છે.આ ઉપરાંત નેશનલ હાઈવે થી ગાળા થી શાપર સુધી અંદાજીત ૮ કી.મી.સુધીનો રોડ તથા ૭ મી. પહોળાઈ માટેની દરખાસ્ત પણ કરવામાં આવી છે.તેમજ નેશનલ હાહીવેથી પીપળી સુધીનો રોડ આર.સી.સી.રોડ બનવવા માટે ત્તાહા રોડની પહોળાઈ ૫.૫૦ થી ૭ મી. કરવામાં મતે ૧.૫૦ કરોડની દરખાસ્ત કરવામાં આવેલ છે.અને બહાદુરગઢ થી સોખડા સુધીના રોડનો પણ દર્કાહ્સમાં સમાવેશ કરવામાં આવેલ છે.તેમજ માળિયા તાલુકાના બોકડી-ખીરસરાને જોડતો રોડ મંજુર કરવામાં આવેલ છે જેની અંદાજીત રકમ રૂ.૨.૩૦ કરોડ તથા કાજરડા થી હંજીયાસર નોપ રોડ જેની અંદાજીત રકમ ૧.૬૦ કરોડની દર્કાહસ મંજુર થયેલ છે.મોરબી  જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખશ્રી સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાની યાદીમાં વધુ જણાવે છે કે અમારા પ્રયત્નોથી મોરબી જિલ્લામાં બધા વર્ગના માણસોને મદદરૂપ થાય તેવા પ્રશ્નોનાં તાત્કાલિકલ નિવારણ માટે હમેશાં જાગૃત રહીશું.

 

 

ફાઈલ તસ્વીર
Comments
Loading...
WhatsApp chat