



જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખશ્રી સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયા અખબારી યાદીમાં જણાવ્યુ હતું કે અમારા પ્રવાસ દરમિયાન ટંકારા તાલુકાનાં અમરાપર ગામના આગેવાનોએ રજૂઆત કરી છે કે અમરાપર ગામે નર્મદા યોજનાનું પાણી વાંકાનેર ઝોનમાંથી જડેશ્વર સંમ્પમાં નાખી અમરાપર તથા ટોળ ગામને પૂરું પાડવામાં આવે છે. જેથી અમરાપર ગામને ૨૫ ટકા પાણી મળવાથી ખાનગી ટેન્કર મગાવવામાં પડે છે. તો વાંકાનેર ઝોનની જ્ગ્યા એ સંપમાંથી પાણી પૂરું પાડવા અંગે રજૂઆત કરવામાં આવી હતું..
તે રજુઆતને ધ્યાનમાં લઈ પાણી પુરવઠાના મંત્રીને તા.૨૩ જાન્યુઆરીના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી કે, અમરાપર અને ટોળને હિરાપર સંમ્પમાંથી પાણી પૂરું પાડવા અંગે જરૂરી આયોજન કરી પાણીની લાઇન અંદાજિત ૧૦ કી.મી. જેટલી નવી લાઇન નાખવા માટે જરૂરી આયોજન કરવા જ્ણાવેલું હતું. તેની રજૂઆતના પગલે અમરાપર તથા ટોળને હિરાપર હેડ વર્કસથી નીકળતી પાઇપ લાઇનમાંથી ટેપીંગ આપીને પાણી આપવાની માંગણીનો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દ્વારા સ્વીકાર કરી સક્ષમ કક્ષાએથી મંજૂરી માટે કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામ તાત્કાલિક હાથ ધરવા અંગેની લેખિતમાં બાહેંધરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખશ્રી સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાની યાદીમાં વધુ જણાવે છે કે અમારા પ્રયત્નોથી મોરબી જિલ્લામાં બધા વર્ગના માણસોને મદદરૂપ થાય તેવા પ્રશ્નોનાં તાત્કાલિકલ નિવારણ માટે હમેશાં જાગૃત રહીશું.

