



જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાએ ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને તા. ૨૩ ના રોજ પત્ર લખીને જણાવ્યું હતું કે મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમના પાણી છોડતા માળીયાના હરીપર, અંજીયાસર, ફતેપર, રાસંગપર, ખીરઈ તેમજ માળિયા વાંઢ વિસ્તારમાં રોડ રસ્તા, નાલા અને પુલિયાનું ધોવાણ થયું છે. ઢોર પાણીમાં તણાઈ ગયા છે તેમજ લોકોની ઘરવખરી પણ નુકશાન પામી હોય ત્યારે અસરગ્રસ્ત લોકોને તાકીદે સહાય અને કેશડોલ્સ ચૂકવાય તેવી માંગ કરી હતી જેને પગલે ઘરવખરી સહાય માટે સર્વે કરી ૯૦ ટકા સુધી તાત્કાલિક ચુકવણી કરવામાં આવશે તેમજ કેશડોલની વિતરણ કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. માળિયા તાલુકાના રોડ રસ્તા, નાલા અને પુલિયા ઉપરાંત ખેડૂતોની જમીન ધોવાણ અને પાક નુકશાની, ઢોરના મૃત્યુ અંગે પણ સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરી છે જે મુજ્બ્સર્વે કરી તાત્કાલિક સહાય કરવા માટે જણાવ્યું છે.

