Billboard ad 1150*250 Billboard ad 1150*250

જિલ્લામાં અતિભારે વરસાદને પગલે થયેલ નુકશાની અન્વયે વહેલી તકે ગ્રાન્ટ ફાળવવા માંગ

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જકાસણીયાએ જણાવ્યું હતું કે તા.૧-૭-૨૦૧૭ના રોજ  થયેલ ભારે વરસાદના કારણે ટંકારા તાલુકામાં તથા તા.૨૧-૭-૧૭ના રોજઅતિભારે વરસાદના કારણે મોરબી જીલ્લામાં ભારે નુકશાની થયેલ છે.જેમાં નદીના પાણીનો પ્રવાહ વધુ હોવાથી ધોવાણ થયેલ છે.તેમજ ધણા પશુઓના મૃત્યુ થયા છે.જેના કારણે ધરતીપુત્રોએ કરેલ વાવણી તથા પાકનું તેમજ ખેતરોના પાળા અને તળાવનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે.માળિયા(મી.)તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી આવતા ગામના રોડ,ખેતરો અને નાલા-પુલિયાનું ધોવાણ થતા રહેણાંક ઘરોમાં પાણી ધુસી જતા પારાવાર નુકશાની થયેલ છે.

તેમજ સાથે-સાથે મોરબી જીલ્લા કોંગ્રસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયાએ ઉપર મુજબ થયેલ નુકશાનીના આંકડા આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લાના રોડ,રસ્તા અને નાલા-પુલિયાની નુકશાની અંદાજીત ૮૬ કરોડ,તળાવોની નુકશાની ૪૮ કરોડ,આરોગ્ય હસ્તક બિલ્ડીગોના ૧.૮૧ કરોડ,૯૬ પશુના મરણ પામેલ છે જેની રકમનું ચુકવણી હાલ ચાલુ છે. અને અંતે ખેડૂતોને કેટલું નુકશાન થયેલ છે તેનો સર્વે હાલ ચાલુ હોય જે અંદાજીત રકમ મળી શકેલ નથી.

તેમજ અંતે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાને તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી વિંનતી છે જેથી કરીને પ્રજાને જરૂરી તમામ મદદ તાત્કાલિક મળી શકે તે હેતુથી મોરબી જિલ્લાને વહેલી તકે ગ્રાન્ટ ફાળવાશે તેવી આશા વ્યક્ત કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat