Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતની બેઠક મોકૂફ

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા દ્વારા આજે બપોરે ૧ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમ અનુસાર સમિતિના દરેક સદસ્યને એજન્ડાની નકલ અને બેઠક અંગેની માહિતી પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે જોકે પોસ્ટ ઓફીસની ભૂલના કારણે સદસ્યોને સમયસર એજન્ડા અને બેઠક અંગેની નકલો મળી ના હતી અને ૧૦ દિવસ પેહલા આ કોપી ના મળી હોવાથી આજે કારોબારી બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આ મામલે ડીડીઓ એસ.એમ.ખટાણાએ જણાવ્યું હતું કે પ્રજાના વિકાસના કામો ના ખોરવાય તે માટે પ્રમુખ અને ડીડીઓને મળેલી સત્તા અનુસાર કામો ચાલુ રહેશે અને આગામી કારોબારી બેઠક તારીખ ૩૦ ના રોજ યોજવમાં આવશે

Comments
Loading...
WhatsApp chat