



મોરબી જીલ્લા પંચાયતની અગાઉ મળેલી કારોબારી બેઠક સમયે જ બાગી સભ્યોએ લક્ષણો દાખવીને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુક્યા હતા જોકે તે વખતે કારોબારી બેઠક મોકૂફ રાખવામાં આવ્યા બાદ આજે યોજાનાર કારોબારી બેઠક સામે સ્ટે લઇ આવતા કારોબારી ચેરમેને પ્રહારો કર્યા છે તો કોંગ્રેસમાં ફરીથી જુથવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે.
મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસના જ સદસ્યો એવા હેમાંગભાઈ, રમેશભાઈ વિડજા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા સહિતના સભ્યોએ થોડા દિવસો પૂર્વેની કારોબારી બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના સભ્યો વ્યાપક ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ આજે તા. ૦૭ ના રોજ મળનારી કારોબારી બેઠક સામે સ્ટે લાવ્યા છે ત્યારે કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ બાગી સભ્યો પર પ્રહારો કરતા જણાવ્યું છે કે આજે મળનારી કારોબારી બેઠકમાં મોરબી જીલ્લાના વિકાસનો એજન્ડા જીલ્લાના વિકાસ માટે કામ કરતી મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિ સામે વિકાસ કમિશ્નરમાં કોઈ કારણ વગર સ્ટે મુકીને ભાજપના મીનીસ્ટર સાથે મળીને આ સભ્યો વિકાસના કામમાં રોડા નાખવાનું કામ કરી રહ્યા છે. આ સભ્યોને દુખે છે પેટ અને કૂટે છે માથું તેવો કટાક્ષ કરીને કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચૂંટણી નજીક છે ત યારે આ લોકો ભાજપમાં ભળી સકે છે પણ અમારી જીલ્લા પંચાયતમાં અમારી મેજર બહુમતી હોય, મોટી લાલચમાં લેભાગુ સભ્યો જીલ્લા પંચાયતને ડામાડોળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે લોકો ખુલ્લા પડી ગયા હોવાનું પણ જણાવ્યું હતું.

