મોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

માટેલ રોડ પરથી બાઈક ચોરીની ફરિયાદ

વાંકાનેરના રહેવાસી રોહિતભાઈ ઠાકરશીભાઈ કોળી (ઉ.વ.૨૫) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાથી તા. ૨૮ ના સવાર દરમિયાન માટેલ રોડ પર રાધે હોટલ પાસે તેને પોતાનું બાઈક નં જીજે ૧૩ દીદી ૫૮૫૦ કીમત રૂપિયા ૧૭૦૦૦ દુકાનની બહાર રાખેલું હોય જે કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયા છે. વાંકાનેર તાલુકા પોલીસે મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીમાં બે શખ્શોએ યુવાનને માર માર્યો

મોરબીના શનાળા રોડ પરના લાયન્સનગર વિસ્તારના રહેવાસી વિજય નાનજીભાઈ મકવાણા (ઉ.વ.૨૫) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે મોટરસાયકલ લઇ ગરબી જોવા નીકળ્યો હોય ત્યારે આરોપી સાગર ભરવાડ અને રાજુ ખોજા રહે. બંને લાયન્સનગર વાળાએ તેનું મોટરસાયકલ ઉભું રખાવી ઘરે મૂકી જવાનું કહેતા ફરિયાદીએ ના કહેતા ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી અન્ય આરોપીએ છરી વડે મારવાની કોશિશ કરી હોવાનું જણાવ્યું છે. પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

પાણીના ખાડામાં ડૂબી જતા મોત

વાંકાનેરના ગઢિયાનો રહેવાસી મહેશ મેરૂભાઈ ગોહિલ ભીલ (ઉ.વ.૧૨) નામનો કિશોર પાણીના ખાડામાં કોઈ કારણોસર ડૂબી જતા તેના મૃતદેહને હોસ્પીટલે પીએમ માટે ખસેડીને વાંકાનેર તાલુકા પોલીસ્લે વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat