



પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શત્તાબદી મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લાના ૭૫૧ બુથના દરેક વિસ્તારકો દરેક બુથમાં જઈને બુથ લેવલની કામગીરી કરશે..જેમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,મોરબી જીલ્લા મહિલા પ્રમુખ,તાલુકા ભાજપ અને જીલ્લા ભાજપના તમામ સદસ્યો હાજર રહેશે.તેમજ મોરબી જીલ્લા પ્રભારી રોહિત પટેલ પધારશે અને તા.૨૯ ના રોજ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા,તા.૩૧ના રોજ પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા તથા તા.૩ ના રોજ પ્રદેશ ભાજપ આગેવાન કૌશિક પટેલ ઉપસ્થિત રહી કાર્યકર્તાના ઉત્સાહમાં વધારો કરશે.

