મોરબી જીલ્લા આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ

મોરબી જીલ્લા આરોગ્ય સમિતિ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૨ થી ૨૪ જુન તથા વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાત મલેરિયા મુક્ત અંગેના લક્ષ્યાંકને સર કરવા અંગે એક્શન પ્લાન બાબતે ચર્ચા કરવામાં આવી.ઉપરાંત મોરબી જીલ્લાના વર્ષાઋતુ દરમિયાન કુદરતી આફતોની આગાઉથી જાણકારી લઈને ત્વરિત પગલા ભરી શકાય તે માટે ઉભા કરવામાં આવેલા કંટ્રોલરૂમ અંગે ચર્ચા કરવામાં આવી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે પ્રચાર કરવાનું આયોજન પણ આ મીટીંગમાં કરવામાં આવ્યું અને જીલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા બાબતે વિચારણા કરવામાં આવી હતી.આ મીટીંગમાં વાંકાનેરના ધારાસભ્ય મહમંદ પીરજાદા,કારોબારી સમિતિ ચેરમેન  કિશોરભાઈ ચીખલીયા,મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા,મોરબી જીલ્લા મલેરિયા અધિકારી ડો.સી.એલ.વારેવાડીયા,આરોગ્ય સમિતિના ચેરમેન,શિક્ષણ સમિતિના ચેરમેન અને જીલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat