મોરબી જીલ્લાના ૨ ડેમ ઓવરફલો થતા ૨૨ ગામોને એલર્ટ કરાયા

મોરબી જીલ્લામાં ગઈકાલ રાત્રીથી ભારે વરસાદ શરુ છે અને સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મોરબીમાં ૧૧૩ મી.મી.ટંકારામાં ૮૦ મી.મી.,વાંકાનેરમાં ૫૭ મી.મી.,હળવદમાં ૫૦  મી.મી., તથા માળીયામાં ૩૬ મી.મી. સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.મોરબી જીલ્લમાં અષાઢે આભ અંબર વરસ્યો છે.જેને પગલે મોરબી જીલ્લાના ૨ ડેમ મચ્છુ-૧ અને મચ્છુ-૨ ડેમ ઓવરફલો થતા મોરબીના અદેપર,લખધીરગઢ,લીલાપર અને મકનસર તથા વાંકાનેરના ધમાલપર, ઢુવા, ગારીયા, હોલમઢ, જલસીક્કાફાટ્યા, કેરાળા, લુણસરિયા, મહિકા, પૌઝા, પંચાસર, પંચાસરીયા, રાણકપુર, રસીક્ગઢ, રતીદેવડી, સોભલા, વધાસીયા, વાંકાનેર અને વાંકિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોનું સલામતીના સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat