


રાજકોટ અને મોરબી જીલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ તા. ૧૯ ના રોજ ગોંડલ ખાતે યોજાવાનો છે જે કૃષિ મહોત્સવમાં ખેડૂતોની મોટી સંખ્યામાં લઇ જવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં મોરબી જીલ્લામાંથી ૬૦ થી વધુ બસો જશે જેથી એ દિવસે કેટલાય રૂટ કેન્સલ કરવામાં આવશે જેથી મુસાફરો મુશ્કેલીનો સામનો કરવો પડશે કૃષિ મહોત્સવમાં મોરબી જીલ્લામાંથી ભાજપના આગેવનો ઉપરાંત કાર્યકરો મોટી સંખ્યામાં કૃષિ મહોત્સવમાં હાજરી આપવા જવાના છે જેથી ૬૦ થી વધુ એસ.ટી બસો સિવાય ખાનગી વાહનો પણ કૃષિ મેળા માં જશે પણ આ એસ.ટી. ની ૬૦ થી વધુ આ સમયે આવા સરકારના ત્યાફા માં રોકી દેતા કેટલાય મુસાફરો તડકા અને લગ્નગાળાની સીઝન માં પરેશાન થવાના છે અને મોરબી કૃષિ મેલો ગોંડલ થવાનો હોવાથી ખેડૂતો લાંબી મુસાફરી કરી ત્યાં પોહ્ચવાનું હોવાથી વેહલી સવારે નીકળવું પડશે

