મોરબી જીલ્લા પ્રભારીની રબારી સમાજના સમૂહ લગ્નમાં ખાસ હાજરી

મોરબીમાં વડવાળા યુવા સંગઠન આયોજિત તૃતીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ૧૪ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.સમૂહલગ્નોત્સવની શરૂઆત સર્કીટ હાઉસથી ૫૦૦ વાહનોની રેલી સાથે કરવામાં આવશે જેમાં ૫૦ બુલેટમાં યુવાનો રબારી સમાજના ભાતીગળ પહેરવેશ સાથે જોડાશે તો ઉમિયા સર્કલથી સમૂહલગ્ન સ્થળ સુધી હુડો રાસની રમઝટ જામશે.તેમજ  હાથી,ઘોડા, ઊંટ અને ગાયોને શણગારીને શોભાયાત્રામાં જોડવામાં આવશે. શોભાયાત્રા સમાજના ધર્મગુરુ કનીરામદાસ મહારાજની આગેવાનીમાં યોજાશે.આ ભવ્ય સમુહલગ્નોત્સવમમાં ગુજરાત રાજ્યના માન.મંત્રી અને મોરબી જિલ્લના પ્રભારી મંત્રી રોહિતભાઈ પટેલ વિશેષ હાજરી આપશે તથા ગુજરાત સરકાર વતી શુભકામના પાઠવશે.

Comments
Loading...
WhatsApp chat