Billboard ad 1150*250

મોરબી : ઉમિયા નવરાત્રી મહોત્સવમાં જીજ્ઞેશ કવિરાજ અને કીર્તિ સાગઠીયાની રમઝટ જામશે

0 261
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આઠમાં નોરતે જીજ્ઞેશ કવિરાજ અને દશેરાના દિવસે કીર્તિ સાગઠીયા પધારશે  

Post ad 2

        મોરબી માં છેલ્લા ૯ વર્ષ થી ઉમિયા નવરાત્રી નું આયોજન કરવા માં આવે છે. તો આ વર્ષે ૧૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ સાથે ઉમિયા નવરાત્રી નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી ના લીલાપર રોડ પર આવેલ રાધે પાર્ટી પ્લોટ ની બાજુ માં ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

        જેમાં મેઈન સ્પોન્સર ફ્લોર ગ્રુપ અને બાકી પાટીદાર સમાજ ના ૩૬ મેમ્બર ના સહયોગ થી આ ઉમિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષ ની જેમ અલગ થીમ થી ખેલૈયા ના મન મોહક સાથે સિંગર  દેવ ભટ્ટ , અભિતા પટેલ , સોહિલ બલોચ , સંતવાણી ત્રિવેદી , નરેશ વાઘેલા સાથે મુના એન્ડ અસલમ ની જોરદાર ટીમ સાથે ઇન્દોર ના પ્રખયાત હરડીયા સાઉન્ડ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમીને આનંદ માણી રહ્યા છે

        ત્યારે ઉમિયા નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવા આઠમ અને દશેરાના દિવસે વધુ બે સુપ્રસિદ્ધ ગાયકો ઉપસ્થિત રહેશે જેમાં તા. ૦૬ ના રોજ આઠમાં નોરતે જીજ્ઞેશ કવિરાજ અને તા. ૦૮ ને દશેરાના દિવસે કીર્તિ સાગઠીયા ખેલૈયાઓને ગરબે ઘુમાંવશે કલાકારોના સુરીલા કંઠો સાથે ગરબે ઘુમવા ખેલૈયાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat