મોરબી-જેતપર રોડ ઝડપથી રીપેર કરવા માંગ

મોરબી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કે.ડી.પડ્સુબીયાએ રાજ્યના અધિક સચિવ અને મુખ્ય ઈજનેરને પત્ર લખીને રજૂઆત કરી છે કે મોરબીથી જેતપર રોડ બનાવવાનો કોન્ટ્રાકટ તા. ૨૧-૧૦-૧૫ ના માર્ગ મકાન વિભાગ જીલ્લા પંચાયતના પત્રક વિભાગ ટેન્ડર નં ૬૫૦૬ ના વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે જે પૂર્ણ કરવાની તા. ૨૦-૦૪-૧૭ હતી પરંતુ હજુ સુધી કામ પૂરું થયું નથી. આ રોડમાં ખાડા પડેલા છે અને રોડ બિસ્માર હાલતમાં છે. આ રોડ પર અનેક અકસ્માતો સર્જાય છે. રોડ પર નિયમિત ૫૦૦૦ જેટલી ટ્રક અહી આવેલી ૨૦૦ થી વધુ ફેક્ટરીમાં અવરજવર કરે છે. તૂટેલા રોડને પગલે ઉદ્યોગપતિઓને ધંધામાં નુકશાની સહન કરવી પડે છે તો વાહનો પણ ખરાબ થાય છે. તે ઉપરાંત ગ્રામ્ય પંથકના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી આ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ એક સપ્તાહમાં પ્રશ્નનો યોગ્ય નિકાલ ના કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેમાં રસ્તા રોકો આંદોલન, અનશન કરાશે જે આંદોલનમાં આસપાસના ગામોના લોકો, વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ જોડાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat