જેપુર નજીક ડમ્પર રેલ્વે ટ્રેકની દીવાલ પર ચડ્યું

મોરબી નવલખી રોડ પરઆવેલા ત્રિમંદીરઅકસ્માત સર્જાયો હતો જેમાં બે ડમ્પર વચ્ચે અથડામણ થવા પામી હતી જેમાં એક ડમ્પર રેલ્વે ટ્રેકના પાટા નજીક પહોંચી ગયું હતું. રેલ્વે ટ્રેકની સલામતી માટેની દીવાલ તોડીને એક ડમ્પર દીવાલ ઉપર ચડી ગયું હતું. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ડમ્પરના ચાલકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ નવલખી રોડ પર વધુ એક અકસ્માતથી આ વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકોમાં રોષ ફેલાયો છે અને ભારે વાહનોની ગતિ પર લગામ લગાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat