મોરબીમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા તા. ૧૫ ના રોજ સવારે ૮ કલાકે સ્ટેશન રોડ ખાતેથી પ્રારંભ થયા બાદ શહેરના સુપરટોકીઝ ચોક, પરા બજાર, નવાડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, વસંત પ્લોટ, નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર મટકીફોડ કરવામાં આવશે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ યોજાતી શોભાયાત્રામાં શિવસેના, બજરંગ દળ, સતવારા યુવક મંડળ, શિવશક્તિ ગ્રુપ, સહિતના હિન્દુવાદી સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં મટકીફોડ કરવામાં આવશે. મટકીફોડ ઉપરાંત સંગઠનના કાર્યકરો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ કરી શક્તિ પ્રદર્શન કરાશે.

Comments
Loading...
WhatsApp chat