Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ગોકુળીયો માહોલ, રાષ્ટ્રભક્તિ-કૃષ્ણભક્તિનો માહોલ

આજે મોરબીમાં કૃષ્ણભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ સર્જાયો છે.સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સવારથી વિવિધ સરકારી કચેરીઓ, શાળા કોલેજોમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં અવાયું હતું તો રાષ્ટ્રભક્તિ બાદ મોરબીવાસીઓ કૃષ્ણભક્તિમાં તલ્લીન બન્યા છે.

મોરબીમાં સવારે ધ્વજવંદન બાદ બાદ જન્માષ્ટમીની પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી.જે . સ્ટેશન રોડ પરના જડેશ્વર મંદિરથી પ્રસ્થાન કરીને શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્યમાર્ગો પરથી પસાર થશે જેમાં ઠેર ઠેર  મટકીફોડ કરવામાં આવશે તો જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને મોરબી શહેરે ગોકુળીયો શણગાર સજ્યો હોય તેમ ધજા પતાકા, શણગાર કરાયો છે. વિહિપ, બજરંગ દળ અને શિવસેના દ્વારા મટકીફોડ કરાશે તો ઠેર ઠેર સરબત, ચા-પાણી જેવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સંગઠનો દ્વારા મટકીફોડ કરવામાં આવશે જેમાં ભગવાન કૃષ્ણ બનીને યુવાનો મટકીફોડ કરશે તો ભક્તો પણ ઢોલ નગારા ના તાલે ઝૂમશે. ઠેર ઠેર રાસ ગરબાની રમઝટ સાથે અબીલ ગુલાલની છોડો ઉડશે. કૃષ્ણભક્તિ બાદ લોકો મેળામાં મહાલવા માટે નીકળી પડશે. મોરબીમાં આયોજિત બે મેળામાં હૈયે હૈયું દળાય તેવી ભીડ મોડી રાત્રી સુધી જામશે.

 

 

Comments
Loading...
WhatsApp chat