



ગઈકાલે જાંબુડિયા ગામ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હોય મૃતદેહના કેટલાક અંગ શરીરથી છુટા પડી ગયા હતા અને અકસ્માતની આશંકા જણાઈ રહી હતી.જે મામલે મૃતકના મામા સુમીરભાઈ અમલભાઈ ભુરાવાનીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે જાંબુડિયા નજીક રહીને મજુરી કરતા તેના ભાણેજ મોન્ટુ શંકર બીસુઈ (ઉ.૨૨) પગે ચાલીને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન મોન્ટુને હડફેટે લઈને મોત નીપજાવ્યું હતું.મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ આગળ ચલાવી છે.

