મોરબી જલારામ સેવા મંડળ દ્વારા મોરબી થી વીરપુરની સર્વજ્ઞાતિય પદયાત્રા યોજાશે

મોરબી જલારામ સેવા મંડળ દ્વારા મોરબી થી વીરપુર ની સર્વજ્ઞાતિય પદયાત્રા નુ આયોજન આગામી તા-૨૧ને ભાઈ બીજ ના દીવસે કરવામા આવેલ છે. આ પદયાત્રા બપોરે ૩ કલાકે જલારામ મંદીર અયોધ્યાપુરી રોડ ખાતે થી પ્રસ્થાન થશે અને પદયાત્રા ના રૂટ દરમિયાન રહેવા, જમવા, ચા પાણી નાસ્તા , મેડીકલ સેવા સતત આપવા મા આવશે. તેમજ તા-૨૪ ના રોજ પદયાત્રીકો વીરપુર પહોંચી પૂજ્ય જલારામ બાપા ના ચરણો મા શિશ ઝુંકાવશે.

આ પદયાત્રા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી,મંત્રી નરેન્દ્ર ભાઈ રાચ્છ તથા લોહાણા મહાજન મોરબી ની રાહબરી હેઠળ યોજવામા આવનાર છે.આ પદયાત્રામા જોડવવા ઈચ્છુક સર્વજ્ઞાતિય જલારામ ભક્તોએ જલારામ સેવા મંડળ ના મનોજ ભાઈ ચંદારાણા-૯૯૭૯૨૫૮૫૮૬, દીનેશભાઈ સેતા-૯૮૨૫૫૯૦૦૭૯, ભાવીનભાઈ ઘેલાણી-૯૯૨૫૪૯૬૪૮૮, ચિરાગભાઈ રાચ્છ-૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરી નામ નોંધાવવાનુ રહેશે.

Comments
Loading...
WhatsApp chat