


મોરબી જલારામ મંદિર દ્વારા અવાર નવાર સેવાભાવી કાર્યો થતા હોય છે. આ સાથે બિનવારસી મૃત દેહોનો અંતિમ સંસ્કાર તથા તેમના સ્વજનોની જેમ બિનવારસી અસ્થિઓના વિસર્જન કરવામાં આવે છે. આર્થિક રીતે અસક્ષમ પરિવાર જનોના દિવ્ગંતોના અસ્થીઓને મોરબી જલારામ મંદિર ટીમ દ્વારા વિસર્જિત કરવામાં આવે છે તેમાં ૨૮ બિનવારસી અને ૧૬૨ દિવ્ગંતોના અસ્થીઓ વિસર્જન સોમનાથ ખાતે સંગમમાં સામુહિક અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.જેમાં જલારામ મંદિર ટીમના ગિરીશ ઘેલાણી, નિર્મિત કક્કડ, કાજલ ચંદીભમ્મર સહિતની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.