



રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકરની માનવ સેવા સાથે બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિંદુશાસ્ત્રોકત વિધિ મુજબ કરવામાં આવે છે.ત્યારે હિંદુ ધાર્મિક પરંપરા મુજબ ગ્રહણ પહેલા દિવંગતોનું અસ્થી વિસર્જન કરવું અનિવાર્ય છે.
જલારામ મંદિર દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ગ્રહણ પહેલા બિનવારસી મૃતદેહોના અસ્થી તેમજ અન્ય લોકો કે જેમના સ્વજનો અસ્થી વિસર્જન માટે જઈ શકે તેમ ન હોય તેમના અસ્થિઓનું વિધુત સ્મશાન લીલાપર રોડ ખાતે આજ રોજ ૨૮ બિનવારસી સહિત ૧૬૧ લોકોના અસ્થિનું સામુહિક અસ્થી વિસર્જન કરવામાં આવ્યું હતું.આ ભગીરથ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી,કાજલબેન ચંડીભમર,નિર્મિત કક્કડ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

