મોરબી જૈન યુવક મંડળ દ્વારા સંધજમણ યોજાયું

મોરબી સ્થા.જૈન યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સ્વામીવાત્સલ્ય સંધજમણનું અનેરું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે કઇક નવું કરવાની યુવક મંડળની પ્રણાલીથી જૈન સમાજના મુખ્ય આકર્ષણ રહે છે મોરબીમાં જૈન યુવક મંડળ દ્વારા ગત તા.૩૦ નાં રોજ સંધ જમણનાં મુખ્ય દાતા અ.સૌ વિજયાબેન કોયલીવાળા તથા સમસ્ત સ્થા. જૈન શ્રાવક-શ્રાવિકાઓના સહયોગથી સ્વામીવાત્સલ્ય સંધજમણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા પ્રમુખ સુનીલભાઈ ખોખાણી,ઉપપ્રમુખ જય મહેતા,મંત્રી મનોજ દેસાઈ,રાજુભાઈ ગાંધી,સમીરભાઈ મહેતા,વિપુલભાઈ દોશી,જીતુભાઈ સંધવી,અનિલભાઈ દોશી,અશોકભાઈ મહેતા,ભાવિનભાઈ દોશી અને જીગ્નેશભાઈ દફતરી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat