મોરબી જૈન તપગચ્છ સંઘ દ્વારા તપસ્વીઓના સમૂહ પારણા યોજાયા

મોરબી જૈન તપગચ્છ સંઘ દરબાર ગઢ સંઘમાં પ્રથમવાર પ.પુ. સાધ્વીજી વિનયરત્નાજી આદિ ઠા.પ ની નિશ્રામાં પર્યુષણ મહાપર્વ સવંત્સરીની અનુમોદનાર્થે સમગ્ર તપસ્વીઓનાં સમૂહ પારણા તેમજ સુંદર સકલ સંઘ નવકાર ગણના તેમજ ભાઈઓ બહેનોને સંજય કેટરર્સ દ્વારા સવારે નવકારશીનું આયોજન દાતા પરિવાર પુ સાધ્વીજી ભગવંત ના ગુરુભક્ત બેંગ્લોર-મદ્રાસ વાળા તેમજ શ્રી જૈન તપગચ્છ સંઘના પ્રમુખ નવીનભાઈ મહેતા, ટ્રસ્ટીગણ, દિનેશભાઈ, એન.એસ ગાંધી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ નવકારશી દાતા પરિવાર તરીકે સંઘવી પુખરાજ હજારોમલ દાંતેવાડિયા પરિવાર મદ્રાસ અને સંઘવી પારસથલ કુંદનમલ દાંતેવાડિયા પરિવાર બેંગ્લોરનો સહયોગ સાંપડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat