Billboard ad 1150*250

મોરબી જય અંબે ગરબી મંડળનું ૬૧ વર્ષથી જાજરમાન આયોજન, ભવ્ય પુર્ણાહુતી

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દીકરીઓ મનભરી ગરબે ઘૂમી 

Post ad 2

        મોરબી ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરી પાસે હીરા ભુવન નજીકની શેરીમાં આજથી ૬૧ વર્ષ પહેલા શંકરભાઈ દફતરી દ્વારા શરુ કરેલી જય અંબે ગરબી મંડળનું ૬૧ માં વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓ ગરબે રમવા માટે તો લત્તાવાસીઓમાં માં ના ગુણગાન સાંભળવા તેમજ દીકરીઓને અવનવા રાસ રમતી નિહાળવાનું આકર્ષણ પણ વધતું રહ્યું છે

        અહી દીકરીઓને નિયમિત ત્રણ ત્રણ લ્હાણી આપી પ્રોત્સાહિત કરવામા આવી હતી અને નવ નવ દિવસના માતાજીના ગુણગાન ગાયા બાદ વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ અમમ સભ્યોએ માતાજીને દંડવત પ્રણામ કરવા સાથે તો બહેનોએ ઘોડો ખુંદી માતાજીની અર્ચના કરવા સાથે નવલા નોરતા સંપન્ન કર્યા હતા અને તમામ સભ્યો સહિતનાઓએ એકબીજાને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી.

        આ ગરબી મંડળમાં વર્ષોથી હરપાલસિંહ જાડેજા, કૌશિકભાઈ પટેલ, વિમલ શાહ, અમિતભાઈ જૈન, પ્રફુલભાઈ મહેતા, દિલીપભાઈ દોશી, ભરતભાઈ મહેતા, હર્ષદભાઈ પારેખ, નૈમિષ કોઠારી તેમજ પીયુષ સંઘવી સહિતના ભક્તોએ સેવા આપી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat