

મોરબી થી ૨૧ કી.મી આવેલ સ્વંયમભુ જડેશ્વર ખાતે સૌરાસ્ટ્ર ના પ્રથમ લોકમેળા ને રવિવારે ખુલ્લો મુકાશે, આ લોકમેળા માં સમગ્ર ગુજરાત માથી વિશાળ જન મેદની ઉમટશે.
હજારો ભાવીકો નુ આસ્થા નુ સ્થાન એવા રતન ટેકરી પર મનોરમ્ય કુદરતી હળીયાળી ચાદર વચ્ચે બીરાજીત એવા સ્વંયમભુ જ્ડેશ્વર મહાદેવ નો શ્રાવણ માસ નાં બીજા સોમવારે દાદા નાં પ્રાગટ્યદિન નિમીતે પરમપરાગત લોકમેળો યોજાય છે.મેળા ને આગલા દિવસ રવિવારે ખુલ્લો મુકાય છે, પરમ્પરાગત આ સાલ રવિવારે સવારે સાંસદ મોહનભાઈ કુંડારીયા હસ્તે મેળૉ ખુલ્લો મુકવા માં આવશે, આ તકે પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયા, કાન્તિભાઈ અમ્રુતીયા, બાવનજી બાપા મેતલિયા,મહંમદ જવીદ પીરજાદા, યુવરાજ કેશરીશિઁહ અગ્રણી યો હાજર રહેશે, રવી – સોમ બે દિવસ આ મેળો યોજાશે, સોમવારે દાદા નાં પ્રાગટ્યદિન નિમિત્તે દાદા ની રવાડી વાજતે-ગાજતે નિકળશે, જે મેળા નાં મેદાન માં ફરી નિજ મંદિર પરીસર માં પધારશે, જ્યા મહંત રતિલાલજી ગુરુ રાવીપ્રકાશજી મહારજ નાં હસ્તે આરતી વંદના કરાશે,આજનાં દર્શન નુ ભારે ધાર્મિક મહાત્મ્ય હોય છે જે પ્રસંગે મહાદેવ નાં નાદ સાથે વિશાળ જનમેદની ઉમટશે, મહાદેવ ના સાનીધ્ય માં આખો માસ ભુદેવો તેમજ ભાવિકો મોટી સંખ્યા માં ઉમટે છે. સમગ્ર આયોજન ને સફળ બનાવવા ઉપ મહંત જિતેન્દ્રપ્રસાદ ત્રિવેદી,મેળા સમિતિ નાં અગ્રણી કિશોરસિહ (કોઠારીયા સરપંચ), ટ્રસ્ટી વિજયભાઈ જોષી સહિત ના ટ્રસ્ટીઓ ભાવિકો માટે તમામ વ્યવસ્થા પૂરી પાડવા જહેમત ઉઠાવી રહ્યા છે.