

મોરબી થી જડેશ્વરરોડ ૨૧ કી.મી છે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંદાજીત એક વર્ષ પહેલા મોરબી માં ઉદધાટન કરેલ છે.જે આજ સુધી સરકારી ચોપડા પર જ છે.આ બાબતે ટંકારા મા કૉંગ્રેસ ITCELL દ્વારા મોરબી થી જડેસ્વર રોડ નુ કામ વહેલામા વહેલી તકે કરવામા આવે સાથે સાથે સજનપર ગામ ના તમામ નાલા-પુલિયા આવતા સોમવાર પેહલા રિપેર કરવામાં આવે જેથી કરીને શ્રાવણ માસમાં મહાદેવના દર્શને આવતા ભક્તોને પરેશાની વેઠવી ણ પડે તે ,માટે આવેદન આપવામાં આવ્યુ જેમા ટંકારા તાલુકા કોંગ્રેસ ITCELL ના પ્રમુખ ભાવિકભાઇ સીનોજીયા તથા ITCELL મહામંત્રી નૈતિકભાઇ પટેલ ટંકારા તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઇ ગોધાણિ તાલુકા સદસ્ય પંકજભાઇ મસોત તથા મહેશભાઇ રાજકોટીયા અને ITCELL ટીમ હાજર રહી ટંકારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.