મોરબી: ઉચીમાંડલ ગામ પાસેથી ૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાં ઉચીમાંડલ ગામ પાસેથી ૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે ઉચીમાંડલ ગામની સીમ માર્બીલાનો સીરામીકના લેબર કવાર્ટરમાં રેઇડ ચલાવી હતી. જ્યાં મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વડા ગામના વતની અને હાલ માર્બીલાનો સીરામીકના લેબર કવાર્ટરમાં પોતાના ભોગવટાવાળી મજુરઓરડીમાં આરોપી જગદીશભાઈ ગોવિંદભાઈ મારૂ પોતાના કબ્જામાં પુંઠાના બોક્ષમાં ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ પ્રિમીયમ રીઝર્વ વ્હીસ્કી રીચર એન્ડ સ્મુથર ફોર સેલ ઇન દિલ્હી ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૨૬ કિં.રૂ. ૧૩૫૨૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવ્યો હતો. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat