મોરબી: રેલ્વે સ્ટેશન પાછળ વર્લી ફીચરનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળ વર્લી ફીચરનો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં વીસીપરામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી અનવરભાઇ આદમભાઇ સુમરા વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો ઝડપાયો હતો. પોલીસે રોકડા રૂપિયા ૧૭૬૦/- તથા એક બોલપેન કિંરૂ.૦૦/૦૦ તથા વરલી ફિચરનાં આંકડા લખેલ એક ચિઠ્ઠિ કિંરૂ.૦૦/૦૦ સાથે મળી કુલ કિંરૂ.૧૭૬૦/-નો મુદામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી જુગારઘારા કલમ ૧૨ (અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat