



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
પૂર્વ ચેરમેનના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા
મોરબી જીલ્લાના ચકચારી સિંચાઈ કોભાંડમાં એક બાદ એક અધિકારી અને પદાધિકારીઓની ધરપકડનો સિલસિલો ચાલી રહ્યો છે જેમાં મોરબી જીલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન કોર્ટમાં હાજર રહેતા પોલીસે કરેલી રિમાન્ડ માંગણી મંજુર રાખી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પંચાયતની સિચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર જસમતભાઈ એરવાડિયાએ સિંચાઈ કોભાંડમાં ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવીને એ ડીવીઝન પોલીસ મથકે હાજર થયા હતા અને સિંચાઈ કોભાંડમાં તેની પૂછપરછની જરૂરિયાતને પગલે નોટીસ આપીને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું અને પૂર્વ ચેરમેન કોર્ટમાં હાજર રહ્યા હોય ત્યારે સિંચાઈ કોભાંડની તપાસ ચલાવતા ડીવાયએસપી બન્નો જોષી, તેમજ મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ પરમાર અને વિજયભાઈ આર્હી સહિતની એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા આરોપી ધર્મેન્દ્ર એરવાડિયાના રિમાન્ડ માટે દરખાસ્ત કરી હતી જેને પગલે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે સિંચાઈ કોભાંડમાં પૂર્વે ચેરમેને ૨ કામ રાખ્યા હોય જે ખરેખર થયા ના હતા અને બીલ મંજુર કરાવીને ૭ લાખની કટકી કરી લીધી હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
ગાંધીનગર ટીમના રીપોર્ટમાં ૧૭ કરોડના કોભાંડનો પર્દાફાશ
સમગ્ર રાજ્યમાં નાની સિંચાઈ યોજનામાં કામો યોગ્ય રીતે થયા છે કે કેમ તેની તપાસ માટે ગાંધીનગરની એક ટીમે સમગ્ર સૌરાષ્ટ્રના કામોની તપાસ કરી હતી જેમાં મોરબી જીલ્લાના વિવિધ ૩૩૪ કામો ની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટાભાગના કામો થયા જ નથી અને નાની સિંચાઈ કોભાંડમાં ૧૭ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોય તેવો ખુલાસો તપાસ ટીમના રીપોર્ટમાં થયો હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે તો બીજી તરફ મોરબી સિંચાઈ કોભાંડમાં સતત ધરપકડ કરવામાં આવી રહી છે અને મોટા માથાઓ સુધી ગાજ વરસી રહી છે



